Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Revenue Talati Exam Online Gujarati Vyakaran | SAMAS WITH EXAMPLE

Bhavesh Chothani
1
Revenue Talati Exam Online Gujarati Vyakaran | SAMAS WITH EXAMPLE

As you know, there are thousands of students have been started their preparation for Revenue Talati recruitment, 2016. Date for written examination for this recruitment will be announce  by Gujarat Gaun Seva Pasandgi Mandal. Here For useful materials And Online Preparation Game For Every One Who Prepare For This Exam. so give test and check your knowledge.

I hope this test series will definitely helpful for all students. Thank you for you interest at EDUMATIREALS.in and wish you all the very best for your bright career.


More Quiz And Materials Available Here

समास
સમાસ એટલે શું ?
=> બે કે વધુ પદો જોડાઇને એક પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને ‘સમાસ’ કહેવામાં આવે છે.
સમાસનો વિગ્રહ કોને કહેવાય ?
સમાસનો વિગ્રહ એટલે સમાસમાં બંને પદને એમની વચ્ચેના અને એમના વાકય સાથેના સંબંધો વ્યકત થાય એ રીતે છૂટાં પાડવાં,વિગ્રહ કરતી વખતે એ પદો વચ્ચે સંબંધ બતાવવા વિભકિતના પ્રત્યયો/અનુગ/નામયોગીઓ મુકવામાંઆવે છે.

સમાસના પ્રકાર

  • દ્વન્દ્વ
  • સમાસતત્પુરુષ 
  • સમાસકર્મધારય 
  • સમાસબહુવ્રીહી 
  • સમાસમધ્યકપદલોપી 
  • સમાસઉપપદ સમાસ

(૧) દ્વન્દ્વ સમાસ  
             
=> દ્વન્દ્વ સમાસનો વિગ્રહ પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે ‘અને’ મૂકીને થાય તો તેને ‘ઈતરેતર દ્વન્દ્વ’સમાસ     કહેવાય.
ઉ.દાઃઅંજળ –અન્ન અને જળ

=> દ્વન્દ્વ સમાસનો વિગ્રહ કયારેક પૂર્વ  પદ અને   ઉત્તરપદ વચ્ચે ‘કે’ મૂકીને પણ થાય,    તો  તેને ‘વૈકલ્પિક દ્વન્દ્વ’ સમાસ કહૈવાય.
ઉ.દાઃ કુવોહવાડો-
  1. કુવો કે હવાડો
  2. તડકાછાંયા     
  3. હળવેહળવે     
  4. હ્રષ્ટપુષ્ટ
  5. હારજીત      
  6. જયપરાજય      
  7. નવાજૂના
  8. વેશટેક        
  9. માબાપ          
  10. રાગદ્વેષ
  11. લાભાલાભ   
  12. રાત દિવસ        
  13. આપ-લે
(૨) તત્પુરુષ સમાસઃ-

=>  આ સમાસના પદો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે.
=>  આ સમાસના પદોને અર્થાત્ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિના પ્રત્યય/ અનુગ /નામયોગીઓ     મૂકીને વિગ્રહ કરવામાં આવે છે. 

તત્પુરુષ સમાસના ઉદાહરણઃ

  1. મૃત્તિકરૂપ   
  2. સંસારસેવક   
  3. ચરણરજ
  4. કાળભર્યા   
  5. નિત્યનિયમ   
  6. જનવૃંદ
  7. પત્રવ્યવહાર 
  8. પાદત્રાણ  
  9. બ્રહ્મનાદ
  10. કાવ્યસંગ્રહ   
  11. મિટ્ટકણ  
  12. પૃથિવીવલ્લભ
  13. રામવિજય
(૪) મધ્યમ પદલોપી સમાસ:-
=>  આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેથી એક કે વધુ પદોનો લોપ થયો હોય      
જે વિગ્રહ વખતે ઉમેરવા પડે છે, તેને મધ્યમપદલોપીસમાસ કહે છે.

  • દવાખાનું-દવા મેળવવા માટેની જગ્યા
  • સિંહાસન-સિંહની આકૃતિવાળું આસન
  • દીવાદાંડી –દીવો બતાવતી દાંડી
  • ઘોડાગાડી-ઘોડા વડે ચાલતી ગાડી
  • વર્તમાનપત્ર- વર્તમાન સમાચાર આપતું પત્ર
  • ધર્મક્ષેત્ર –ધર્મ આચરવાનું ક્ષેત્ર
  • લોકવાયકા –લોકોમાં પ્રચલિત વાયકા
(૩) કર્મધારય સમાસઃ-

=>   પૂર્વપદ જયારે ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે કર્મધારય સમાસ બને છે.      
 કર્મધારય સમાસ જુદીજુદી રીતે બને છે .
ઉદાહરણ
 ૧:-મુખ્ય પદ વિશેષ્ય હોય અને ગૌણ પદ વિશેષણ હોયત્યારે તમને સીધી રીતે જ છૂટાં પાડવાં.


  • જીવનસુંદરી – જીવન રૂપી સુંદરી
  • ભરસભા-ભરી સભા
  • પરદેશ – બીજો દેશ
  • દેહલતા –દેહ રૂપી લતા
  • કાજળકાળી –કાજળ જેવી કાળી
  • જ્ઞાનસાગર-જ્ઞાન રૂપી સાગર
  • શબ્દપ્રમાણ-શબ્દ એ જ પ્રમાણ
  • વિષયાન્તર- અન્ય વિષય
  • ઘનશ્યામ – ઘન જેવું શ્યામ
  • નરસિંહ – સિંહ જેવો નર
  • નવયુગ- નવો યુગ
  • મહોત્સવ –મહા ઉત્સવ
૨.મુખ્ય પદ ઉપમેય હોય ગૌણ પદ ઉપમાન હોયત્યારે ઉપમાવાચક શબ્દ ઉમેરવો
૩.મુખ્ય પદ વિશેષણ હોય અને ગૌણ પદ ઉપમાન હોય ત્યારે પણ ઉપમાવાચક શબ્દ મૂકીને વિગ્રહ કરવો.
૪.કર્મધારય સમાસમાં વિશેષણ તરીકે કામ કરતાં પદતરીકે ‘ન’‘ના’ જેવાં નિષેધવાચક પદો પણ આવ

(૫) બહુવ્રીહી સમાસ:

=>  જે સમાસનાં બન્ને પદ વચ્ચે વિશેષણ-વિશેષ્યનો વિભકિતનો અથવા ઉપમાન- ઉપમેયનો સંબંધ હોય,  અને સમસ્ત પદ બીજા કોઇ પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે.


  • દશાનન- દશ છે આનન(મુખ)જેને તે
  • ત્ર્યમ્બક- ત્રણ છે અમ્બક(નેત્ર) જેને તે
  • ગજાનન – ગજના જેવું આનન(મુખ) જેનું તે
  • ક્ષણભંગુર- જેનો ક્ષણમાં નાશ થાય છે તે
  • દમોદર –દામન (દોરડું)છે જેનો ઉદર પર તે
  • ધર્મનિષ્ઠ –ધર્મમાં જેની નિષ્ઠા છે તે
  • હતાશ – જેની આશા હત(ખતમ) થઇ છે એવો
  • સધવા- ધવ(પતિ) સહિત
  • સહકુટુંબ – કુટુંબ સહિત
  • સહોદર – સમાન છે ઉદર જેનું તે
બહુવ્રીહી સમાસમાં જયારે પૂર્વ પદ તરીકે‘ન’, ‘ના’, ‘નિસ્’,‘બે’,‘બિન’,‘ગેર,‘અન્’,હોય ત્યારે નઞ બહુવ્રીહી સમાસ કહેવાય છે.
પૂર્વ પ્રત્યય (પ્ર/વિ/કુ/બદ) હોય એવા સમાસને પ્રાદી બહુવ્રીહી સમાસ કહે છે
પૂર્વ પદમાં સાથે કે સમાસનો અર્થ બતાવનાર ‘સ’કે ‘સહ’ આવે એવા બહુવ્રીહી સમાસને ‘સહ બહુવ્રીહી’ કહેવામાં આવે છે.

(૬) ઉપપદ સમાસ:-
=>  આ સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભકિત સંબંધથી જોડાયેલું હોય અને ઉત્તરપદ ક્રિયાધાતુ હોય,   તેને’ઉપપદ’ સમાસ કહે છે.આ સમાસનો વિગ્રહ વિભકિતનો અનુગ મુકીને ક્રિયાપદનું યોગ્ય રૂપ કરીને   વિશેષ વાકય બનાવામાં આવે છે.

  • ગૃહસ્થ – ગૃહ(ઘરે) રહેનાર
  • મનોહર –મનને હરનાર
  • ગગનભેદી – ગગન (આકાશ)ને ભેદનાર
  • પગરખું – પગનું રક્ષણ કરનાર
  • પંકજ –કાદવમાં જનમનાર
  • ગ્રંથકાર – ગ્રંથની રચનાકરનાર
  • જીવરખું –જીવને રાખનાર
  • પ્રેમદા – પ્રેમને આપનાર
  • ગિરિધર–ગિરિ(પર્વત) ને ધારણકરનાર
  • જહાંગીર – જહાં (પૃથ્વી) ને જીતનાર
  • ભયંકર – ભય કરનાર
  • ગોપાળ – ગાયોને પાળનાર
  • ધર્મજ્ઞ – ધર્મને જાણનાર
  • પૂર્વજ – પૂર્વે જન્મ લેનાર
WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Hi " Send Message To Us. 

Our Number Is 93288 32131  And  97232 23885

Join Our FaceBook Groups To Get More Update ... Click Here.
Tags

Post a Comment

1Comments
  1. MDL Technical Staff Skilled Grade Recruitment 2016


    I go to see everyday a few web pages and information sites to read posts, however this blog gives quality based articles.....

    ReplyDelete
Post a Comment