Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Revenue Talati Exam Online Gujarati Vyakaran | ALANKAR WITH EXAMPLE

Bhavesh Chothani
0
Revenue Talati Exam Online Gujarati Vyakaran | ALANKAR  WITH EXAMPLE

As you know, there are thousands of students have been started their preparation for Revenue Talati recruitment, 2016. Date for written examination for this recruitment will be announce  by Gujarat Gaun Seva Pasandgi Mandal. Here For useful materials And Online Preparation Game For Every One Who Prepare For This Exam. so give test and check your knowledge.

I hope this test series will definitely helpful for all students. Thank you for you interest at EDUMATIREALS.in and wish you all the very best for your bright career.


અલંકાર એટલે શું ?

સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે.

  • શબ્દાલંકાર  એટલે શું ?
 વાકય કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .
  • અર્થાલંકાર એટલે શું ?
  વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .
  • ઉપમેય એટલે શું ?
જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે…
  • ઉપમાન એટલે શું ?
જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે…
  • સાધારણ ધર્મ એટલે શું ?
બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ  ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
  • ઉપમાવાચક શબ્દો એટલે શું ?
 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શ્બ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે.

શબ્દાલંકારના પ્રકાર
(૧) વર્ણાનુપ્રાસ  (વર્ણસગાઇ)
(૨) યમક       (શબ્દાનુપ્રાસ)
(૩) આંતરપ્રાસ  (પ્રાસસાંકળી)
(૪) અંત્યાનુપ્રાસ
અર્થાલંકારના પ્રકાર
 (૧) ઉપમા      
(૨)  ઉત્પ્રેક્ષા
(૩) રૂપક        
(૪) અનન્વય
(૫) વ્યતિરેક    
(૬)  શ્લેષ
(૭) સજીવારોપણ 
(૮) વ્યાજસ્તુતિ

 (૧) વર્ણસગાઇ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ અલંકારઃ—
  • વાકય કે પંકિતના પ્રારંભે એકનોએક વર્ણ બે કે બે થી વધારે વખત આવી વાકયમાં ચમત્કૃતિ સર્જે ત્યારે.. ..
ઉદાહરણઃ—
૧  નિત્યસેવા,નિત્ય—કીર્તન—ઓચ્છવ નિરખવા નંદકુમાર રે.
૨  જેને ગોવિંદા ગુણ ગાયા રે.
૩  નટવર નિરખ્યા નેન તે…
૪  માડી મીઠી,સ્મિતમધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી.
૫  પુરી કાશી,કાંચી,અવધ,મથુરાને અવર સૌ

 (૨) શબ્દાનુપ્રાસ, યમક, ઝટ અલંકારઃ—
  • જ્યારે વાકયમાં પંકિતમાં એક સરખા  ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જય ત્યારે.
ઉદાહરણઃ—
૧  કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો.
૨  જાંબાળા…ખોપાળા…તગડીને ભડી…નેભાવનગર…
૩  હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.
૪ અખાડામાં જવાના મેં ઘણીવાર અ—ખાડા કર્યા.
૫  દીવાનથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર.

(૩) આંતરપ્રાસ, પ્રાસસાંકળીઃ—
  •  પહેલા ચરણના છલ્લો શબ્દનો અને બીજા ચરણના પ્રથમ શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે.
ઉદાહરણઃ—
૧  જતો હતો અંધ થતી નિશામાં,સુગુપ્ત રાજગૃહની દિશામાં.
૨  વિચારનો નેઞ જલે ભરાય છે,શરીરનું ચેતન ત્યાં હરાય છે.
૩  પાનેપાને પોઢી રાત,તળાવ જપ્યું કહેતા વાત.
૪  સામા સામા રહયાં શાભે,વ્યોમ ભોમ બે સોય.
૫  વિદ્યા ભણિયો જેહ,તેહ ઘેર વૈભવ રૂડો.
      
 (૧) ઉપમા અલંકારઃ—
  • ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે 
  •  ઉપમાવાચક શબ્દો (શું,શી,શા,જેવું,જેવા,જેવી,જેમનું,તેમનું,સરખું,સમોવડું,તુલ્ય,પેઠે,માફક,સમાન,)
ઉદાહરણઃ—
૧  પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.
૨  મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.
૩  સંતરાની  છાલ જેવો તડકો વરસે છે.
૪  ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.
૫  શામળ કહે બીજાબાપડા, પ્હાણ સરીખા પારખ્યા.

(૨) ઉત્પેક્ષા અલંકારઃ
  • ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના/શકયતા વ્યકત કરવામાં આવે ત્યારે.. .. ..
  • ઉત્પેક્ષા.. વાચકશબ્દોઃ—જાણે,રખે,શકે
ઉદાહરણઃ
૧ જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ નથી.
૨ વપુ-તેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયર-ભાણ.
૩ જયાં-ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ.
૪ દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથી માંથી જ મળેલા.
૫ થાય છે મારી નજર જાણે હરણ ન રહે ઠેકતી એ ઘાસમાં.

(૩) રૂપક અલંકારઃ
  • ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે …
ઉદાહરણઃ    
૧   બિદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી.
૨   ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.
૩   ધણી સુરભિ સુત છે.
૪   હરખને શોક ની ના’વે  જેને હેડકી.
 ૫  ઊંગતાને પાયે જગની જેલ.

(અનન્વય અલંકારઃ
  • ઉપમેયની ઉપમેય સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે…
ઉદાહરણઃ
૧  મહુડાના વૃક્ષો એટલે મહુડાના વૃક્ષો.
૨  હિમાલય એટલે હિમાલય.
૩  આકકાનું વર્તન એટલે આકકાનું વર્તન,
૪  માતેમા બીજા બધા વગડાના વા.
૫ મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો.

વ્યતિરેક અલંકારઃ
  •  ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે
ઉદાહરણઃ
૧  બાપુનુ હૃદય ફૂલ કરતાં કોમળ હતું.
૨  કમળકળી થકી કોમળું રે બેની અંગ છે એનું !
૩  સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માઞ.
૪  ઊર્મિલાની વાણી અમૃતથીયે મીઠી છે.
૫  તું ચંદ્રથી ચારૂ સુહાસિની છે.

શ્લેષ અલંકારઃ
  •   જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી (અર્થાત્‌)
  •   એક જ શબ્દના બે કે બેથી વધારે અર્થ બને ત્યારે…
ઉદાહરણઃ    
૧  જવાની તો આખરે જવાની છે.
૨  સાહેબ ,આબાં નીચે મરવા પડયા છે.
૩  રવિને પોતાનો તડકો ન ગમેતો જાય કયાં.
૪  હું માનવી માનવ થાઉં તો ઘણું.
૫  તપેલી તપેલી છે.

સજીવારોપણ અલંકારઃ
  •    નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોહણ કરવામાં આવે ત્યારે.. .. ..
૧ નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.
૨ ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતાં નથી.
૩ સડક પડખું વાળીને સુઇ ગઇ.
૪ રાતે તડકાએ રસ્તામાં રાતવાસો કર્યો.
૫ ઋતુઓ ને દૂરદૂર વહીજતી જોવું છું.

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Hi " Send Message To Us. 

Our Number Is 93288 32131  And  97232 23885

Join Our FaceBook Groups To Get More Update ... Click Here.

SPECIAL THANKS TO DHAVAL VARMA
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)