Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

BREAKING NEWS:- GUJARAT NEW CM & DEPUTY CM NEW CM Bhupendra Patel DECLARED

Bhavesh Chothani
0
BREAKING NEWS:- GUJARAT NEW CM & DEPUTY CM NEW CM Bhupendra Patel DECLARED The legal process for the formation of the 14th Assembly in Gujarat is completed. Generally, the names of their leader and sub-leader are suggested together in the presence of the elected members of the party, in the presence of the observer and the guardian. It convinces the elected members of the party to applaud. Then the name of the new Chief Minister, Vice Chief Minister is announced.

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં, 2022 પહેલા 22મા CM મળ્યાં| ગુજરાત મંત્રી મંડળ 2021


In Gandhinagar, Arun Jaitley, observer Saroj Pandey, and BJP's Bhavendra Yadav were present in the presence of the party's elected members at Kamlam. The BJP's meeting was in progress. Anandiben Patel also attended. Jitu Kangani was also present. The Independent MLA from Lonavada also attended Ratan Singh. He declared BJP unconditional support.

રાજ્યપાલના નિવાસે જઈ રૂપાણીએ રાજીનામું આપ્યું, નીતિન પટેલ-ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પણ સાથે હતા

ભાજપ કાર્યલય કમલમ્ ખાતે બેઠકોનો દોર જારી, આજે ધારાસભ્યની બેઠકમાં નવા મુખ્યમંત્રીનું નામ સત્તાવાર નક્કી થશે

આનંદીબેનના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં, 2022 પહેલા 22મા CM મળ્યા


વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાશે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ ગઈ છે, જે માટે તમામ ધારાસભ્યોને કમલમમાં હાજર છે. ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે.

NEW CM:: ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી જાહેર
Gujarat NEW CM Bhupenra Patel


Gujarat NEW CM Bhupendra Patel

Who is Bhupendra Patel??


Bhupendrabhai Patel (Chief Minister of Gujarat)  (Gujarati: ભુપેન્દ્રભાઇ પટેલ) is an Indian politician and a member of the Bharatiya Janta Party. He became the MLA for the Ghatlodiya constituency after winning the 2017 Gujarat Legislative Assembly elections, running against Shashikant Patel of the Indian National Congress. He won by a record margin of 117,000 voters, the largest for any constituency in Gujarat for the BJP in this election.

  • ૧.૧૭ લાખ મતોની લીડ સાથે જીત્યા હતાં ચૂંટણી.
  • ઔડાના ચેરમેન રહી ચૂક્યાં છે ભૂપેન્દ્ર પટેલ.
  • અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યાં.
  • પાટીદાર સમાજનું કરે છે નેતૃત્વ.
  • આનંદીબહેન પટેલના સ્થાને ઘાટલોડિયામાંથી લડ્યા હતા ચૂંટણી.
  • પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ.
  • ભાજપના જમીનીસ્તરના કાર્યકર.
  • તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
  • ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે.
  • પાટીદાર સમાજના મજબૂત પકડ ધરાવતા નેતા છે.
  • તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે.
  • 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતાં.
  • 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી.
  • 1987થી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સાથે સંકળાયેલા છે.


મંત્રીમંડળ શપથવિધિ LIVE:ગુજરાતની નવી સરકારમાં 23 મંત્રી લેશે શપથ, 5 વાગે પહેલી કેબિનેટની બેઠકમાં ખાતાંની ફાળવણી થશે


રાજભવનની બહાર તારીખ વિનાનાં નવાં બેનરો લગાવાયાં.
ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઈ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, રાઘવજી પટેલને ફોન આવ્યા


ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપે ગઈકાલની ઘટનાથી બોધપાઠ લીધો હોય તેમ આજે રાજભવન બહાર તારીખ વિનાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાત ની નવી સરકારમાં 27થી વધુ મંત્રી શપથ લેશે. શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલાં જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ખુશખબરી આપવામાં આવી રહી છે. આ પહેલા ગુજરાત ભાજપ પ્રભારીની મુલાકાતે સવારમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એનએક્સીમાં પહોંચ્યા હતા.


ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેવા ફોન કરાયા
શપથગ્રહણ પહેલાં ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે એવા ફોન કરવામાં આવી રહ્યા છે, જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનીષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડિંડોરને અત્યારસુધીમાં ફોન આવી ચૂક્યા છે.


આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ ચોંકાવનારો રહ્યો હતો. નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ પગલું ભરવું પડ્યું.

નવી સરકારના સંભવિત મંત્રીઓ

  • રાજ્ય સરકારમાં સંભવિત મંત્રીમંડળ
  • ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ,
  • પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ
  • મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી
  • મંત્રીમડળમાં શપથ માટે અરવિંદ રયાણી
  • લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા
  • વીસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ
  • કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા
  • મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા
  • ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ
  • કપરાડાના ધારાસભ્ય જિતુભાઈ ચૌધરી
  • મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણા
  • જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ
  • ભાવનગરના ધારાસભ્ય જિતુ વાઘાણી
  • વડોદરા શહેરનાં ધારાસભ્ય મનીષા વકીલ
  • કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ
  • ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા
  • નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ
  • પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર

DEPUTY CM:: 

મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સૌરભ પટેલ કમલમ પહોંચ્યાં છે. હાલમાં કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે.

CMની રેસ માટે કોણ કોણ દાવેદાર?


રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CMપદ માટે હુકમનો એક્કો બનશે. જ્યારે નીતિન પટેલ અને ગોરધન ઝડફિયાનું નામ પણ આ લિસ્ટમાં ચર્ચા રહ્યું છે. એવામાં હવે જોવાનું રહેશે કે પાર્ટી આ ચારમાંથી કોઈને CM બનાવે છે અથવા કોઈ નવો જ ચહેરો પ્રજા સમક્ષ લાવશે.

CM વિજય રૂપાણીના રાજીનામા બાદ પાટીલ-નીતિન વચ્ચે ગુપ્ત બેઠક થઈ


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે તેમના પદ પરથી રાજીનામુ આપી દેતા રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી સહિત તેમના મંત્રીમંડળના પ્રધાનોએ આપેલા રાજીનામા સ્વીકારી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય વ્યવસ્થા થાય ત્યા સુધી મુખ્યમંત્રી રૂપાણી અને તેમના મંત્રીમંડળે તેમના હોદ્દા પર કામગીરી જાળવી રાખવા રાજ્યપાલે વિનંતી કરી છે. અગાઉ ફક્ત મુખ્યમંત્રી બદલાય અને આ પદ માટે નવા ચહેરાની ચર્ચાએ જોર પડક્યું હતું, પણ હવે સરકારના તમામ નેતાઓએ રાજીનામુ આપી દેતા હવે ગુજરાતની આખી સરકાર જ નવી બનશે અને નવા પ્રધાનોની નિમણૂંક થશે. આ માટે ગુજરાતથી લઈને દિલ્હી સુધી હાઈકમાન્ડમાં શ્રેણીબદ્ધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

  • રાજ્યપાલે CM રૂપાણી સહિત મંત્રીમંડળનું રાજીનામુ સ્વીકાર્યું
  • રાજ્યપાલે CM રૂપાણી સહિત મંત્રીમંડળનું રાજીનામુ સ્વીકાર્યું

આવી રીતે ગયા રૂપાણી


શુક્રવારે રાત્રે 8.30થી 9ની વચ્ચે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા અને માત્ર અેક લાઇન કહી ‘સાહેબ ઇચ્છે છે કે તમે...’ સવારે 10 વાગે મોદીના કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી બપોરે સવા 2 વાગે રૂપાણી રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને કહ્યું- ‘આભાર વ્યક્ત કરવા આવ્યો છું.’ આટલું કહી હિન્દીમાં લખેલું રાજીનામું આપ્યું.

રાજીનામાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોઇ પણ અણસાર વગર અચાનક જ રાજીનામું ધરી દેતાં ગુજરાતનાં ઠંડા વરસાદી માહોલમાં ગરમી પ્રસરી ગઇ હતી. લોકોએ પણ અચાનક બનેલી ઘટનાની મજા લેતાં વિવિધ મેસેજ ફરતાં કરીને સોશિયલ મીડિયા માથે લીધું હતું. વિજય રૂપાણી, નીતિન પટેલ, પાટીદાર, ગાંધીનગર જેવા હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયાં હતાં.

  • વિજય રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય !!
  • કોઇ ફોન સ્વિચ ઓફ ન રાખતાં, CM માટે હાઇ કમાન્ડનો ફોન ગમે ત્યારે આવી શકે છે
  • રાજ્યના પોલિટિકલ વાતાવરણમાં જબરદસ્ત પલટો. કમોસમી રાજીનામું.
  • ગોળા અને ગાંઠિયાની જેમ સીએમ પણ રાજકોટના એવું હવે નહિ બોલી શકાય!
  • કારણ વગર વારંવાર 20-20 રમતાં વિજયભાઇ રૂપાણી આખરે હિટ વિકેટ
  • વિજયભાઇ રૂપાણી તરફથી સૌને મિચ્છામી દુકડ્ડમ
  • જય-વિરુ, રામ-લખન અને કોહલી-ધોનીની જોડી તૂટી.
  • ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજીનામું આપ્યું કે લઇ લેવાયું ?
  • ગતિશીલ CM (આનંદીબેન), સંવેદનશીલ મુખ્યમંત્રી (વિજયભાઇ) પછી હવે કોણ ?
  • રાજીનામુ આપી રૂપાણીએ સૌને ચોકાવી દીધા

વિજય રૂપાણીએ CM પદેથી ગઈ કાલે બપોરે રાજીનામું આપ્યું ત્યારે એવું હતું કે માત્ર તેમણે જ રાજીનામું આપ્યું છે. જો કે બાદમાં સત્તાવાર જાણ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે માત્ર રૂપાણીએ CM પદેથી રાજીનામું નથી આપ્યું પરંતુ તેમના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા છે અને તેનો રાજ્યપાલે સ્વીકાર પણ કરી દીધો છે. જેનો અર્થ એ થાય છે કે આખે આખી રૂપાણી સરકારે જ રાજીનામું ધરી દીધું છે એટલે હવે આગામી સમયમાં નવા CMની સાથે સાથે નવા મંત્રીઓ પણ જોવા મળશે. 

આગામી સમયમાં મોટી જાહેરાતની સંભાવના


આ બધાની વચ્ચે એવી અટકળો વહેતી થઈ છે કે આખે આખી ભાજપ સરકારે રાજીનામું ધરી દેતા આગળના સમયમાં કંઈક મોટી જાહેરાત થવાની શક્યતા લાગે છે. નવો ચહેરો કોણ હશે મુખ્યમંત્રી તેના કરતા પણ વધારે આ સ્ટ્રેટજી વિધાનસભા ચૂંટણી માટે હોઈ શકે તેના પર વધારે અટકળો લાગી રહી છે. આજે જ્યારે અમિત શાહની હાજરીમાં મોવડીમંડળની બેઠક મળશે ત્યારે જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં હજુ કેટલા મોટા ભૂકંપ આવે છે. 

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોઈ પણ હશે તે વાત તો છે જ પરંતુ હવે નવા મંત્રીઓમાં કોને સ્થાન મળશે તે પણ રસપ્રદ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે જેમ વડાપ્રધાન મોદી ખુદ કેન્દ્રીય મંત્રી મંડળમાં પરફોર્મન્સ રીવ્યુ કરે છે. તેમ ગુજરાતમાં પણ વિજય રૂપાણીની વિદાય સાથે 'ગંજીફો ચિપાશે'. એટલે રૂપાણી સરકારમાં બિનઅસરકારક કામગીરી જે મંત્રીઓના ખાતામાં દેખાઈ હશે તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે. જો કે, જ્ઞાતિ-જાતિના સમીકરણ સાચવવા જે મંત્રીઓને સ્થાન અપાયા હતા અને વિસ્તારનું પ્રતિનિધિત્વ પણ સચવાઈ રહે તેવો આશય નવી સરકારનો હશે. પણ હવે મુખ્યમંત્રી બદલાતા આ સમીકરણો પણ બદલાઈ જશે એટલે આગળ કયા ચહેરાઓ સામે આવે છે તે જોવાનું રહેશે.

એકાએક કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમદાવાદ આવ્યા હતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમનાં બહેનના ત્યાં ગયા હતા, ત્યાર બાદ આજે સવારે રવાના થઈ ગયા હતા, સામાન્ય રીતે પરિવારના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત માટે શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

Post a Comment

0Comments
Post a Comment (0)