Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Shala Library Babate Latest Paripatr 04-10-2022

BM web
0
Gujarat Council of Educational Research & Training,

વિષય:-પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા બાબત સંદર્ભ:-અત્રેની કચેરીની તા.26/09/2022ના રોજની શાખા નોંધ પર મા.નિયામકની મળેલી મંજૂરી

શ્રીમાન,

આપશ્રીને વિદિત હશે કે NEP-2020 અંતર્ગત શાળા શિક્ષણ માટેની ભલામણો આધારે પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળાનો મહત્તમ ઉપયોગ થાય તે અનિવાર્ય છે.વધુમાં NAS-2021ના પરિણામ અન્વયે રાજ્ય કક્ષાએથી કરવાની થતી કામગીરી સંદર્ભે બાળકોમાં વાંચન ક્ષમતા વિકસે તે હેતુથી શિક્ષણ મંત્રાલયની પુસ્તકાલય માર્ગદર્શિકા ધ્યાને લેવી અનિવાર્ય છે. આથી પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલયનો મહત્તમ ઉપયોગ થાય તે માટે નીચેની માર્ગદર્શક બાબતો ધ્યાને લેવાની થાય છે.

No. : GCERT/C & E/PS/GUIDELINE/2022/ 3!0-3)


(અ) પુસ્તકાલય માટે માર્ગદર્શક બાબતો:

(1) શાળાઓ દ્વારા દર અઠવાડિયે દરેક વર્ગદીઠ ઓછામાં ઓછા 2 તાસ જે પુસ્તકાલય તાસ તરીકે સમયપત્રકમાં ગોઠવવામાં આવે.

(2) બાળકોમાં વિશ્લેષણાત્મક અને લેખન કૌશલ વિકસે તે હેતુથી બાળકો પુસ્તકાલયમાંથી જે પુસ્તકો વાંચે તેનું તેઓ સાહિત્યિક સમીક્ષાલેખન (રીવ્યુ-ટુંકસાર) રજૂ કરે.

(3) બાળકોએ જે વાર્તા વાંચી હોય તે વાર્તા વર્ગના અન્ય બાળકોને કહે. (4) પુસ્તકવાંચનને સહ અભ્યાસિક પ્રવૃત્તિના ભાગ તરીકે વણવી જોઈએ.

(5) શાળામાં શિક્ષકની ગેરહાજરીના પ્રસંગે પુસ્તકાલયનો ઉપયોગના વિકલ્પ તરીકે લઈ શકાય. 

(6) પુસ્તકાલય સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા થાય તથા અઠવાડિક/પખવાડિક પુસ્તકની લેવડ-દેવડ ગોઠવી શકાય.

(બ) પ્રયોગશાળા માટે માર્ગદર્શક બાબત:

શાળામાં ઉપલબ્ધ સ્ટેમ લેબ અથવા અન્ય રીતે ઉપલબ્ધ પ્રયોગના સાધનોનો બાળકોની વય કક્ષા મુજબ મહત્તમ ઉપયોગ થાય જેથી વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના અધ્યયન અને અધ્યાપન કાર્યને વધુ સુદ્રઢ બનાવી શકાય.

ઉપરોક્ત માર્ગદર્શક બાબતોની જાણકારી તમામ શાળાઓને મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,શાસનાધિકારી તેમજ પ્રાચાર્યએ તેમની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)