Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

BALVRUND PRAVRUTI RACHANA STD 3 TO 8 - NIPUN BHARAT

Bhavesh Chothani
0

BALVRUND PRAVRUTI RACHANA STD 3 TO 8 - NIPUN BHARAT 

વિષય: શાળાઓમાં બાલવૃંદની રચના કરી પ્રવૃત્તિઓનું આયોજન કરવા બાબત. સંદર્ભ: શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: જશભ/1222/10/ન,તા.12/10/2022

BALVRUND PRAVRUTI RACHANA STD 3 TO 8 - NIPUN BHARAT 

સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: જશભ/1222/10/ન, તા.12/10/2022 અન્વયે બાલવૃંદની રચના કરવાની થાય છે. જેની રચના કરવા તમામ શાળાઓને જાણ કરવા જણાવવામાં આવેલ છે.

  • ઉક્ત ઠરાવમાં દર્શાવેલ પદ્ધતિ મુજબ ચાલુ વર્ષના દ્વિતિય સત્રની શરૂઆતથી જ બાલવૃંદની રચના કરવાની રહેશે.
  • બાલવૃંદમાં ધોરણ ૩ થી 8ના સપ્રમાણ વિદ્યાર્થીઓ રાખવા.
  • બાલવૃંદમાં દરેક ધોરણ-વર્ગના તમામ પ્રકારના વિદ્યાર્થીઓને આવરી લેતાં જૂથ તૈયાર કરવાનાં રહેશે.
  • જેમકે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, વિવિધ રસ-રૂચિ ધરાવતાં વિદ્યાર્થીઓ, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં વિદ્યાર્થીઓ, રમતગમત અને કલામાં સારું પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓ-સૌને સમાન રીતે દરેક જૂથમાં વહેંચવા.
  • શાળામાં પણ એજ રીતે જે તે ધોરણનાં તમામ ચાર જૂથોનાં વિદ્યાર્થીઓને ભેગા કરી શાળાના બાલવૃંદનાં કુલ ચાર જૂથ તૈયાર કરવાના રહેશે
  • દરેક ધોરણનાં ચારેય જુથનાં નામ સમાન રાખવાં
  • એક ગાળામાં ધોરણ 3 થી 8 ના કુલ 200 વિદ્યાર્થીઓ છે. તો દરેક જૂથમાં 50-50 વિદ્યાર્થી આવે તેનું ધ્યાન રાખવું.
  • શાળાના બધાં જ બાળકોનો સમાવેશ કરવો.
  • છોકરા અને છોકરીઓનું પ્રમાણ સરખું રહે તે રીતે જૂથની રચના કરવી.
  • એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓ રમતમાં રસ ધરાવતાં હોય તો દરેક જૂથમાં એક વિદ્યાર્થી આવે તેનું ધ્યાન રાખવું.

  • વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકીનો પણ જૂથમાં સમાવેશ કરવો. એક
  • જૂથનું નામ શિક્ષક વિદ્યાર્થી તેમજ આચાર્ય સાથે મળીને નક્કી કરવું.
  • સમગ્ર વર્ષ દરમિયાન બાલવૃંદની કરવાની થતી સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર તૈયાર કરવું.
  • બી આર સી કો.ઓડીનેટર્સે પોતાના કાર્યક્ષેત્રની તમામ શાળાઓમાં બાલવૃંદની રચના કરવામાં આવી હોવાની ખાત્રી કરી તેના રીપોર્ટની જાણ બીઆરસીને કરવાની રહેશે.
  • બીઆરસી કો.ઓર્ડીનેટર્સ જિલ્લા કક્ષાએ ડાયટ અને જિલ્લા પોજેક્ટ કો-ઓર્ડીનેટર્સને જાણ કરવાની રહેશે.
  • શાળાના આચાર્યશ્રીએ, શિક્ષકોની સાથે મળીને સ્થાનિક પર્યાવરણને ધ્યાનમાં રાખી તેમજ ઠરાવમાં દર્શાવેલી પ્રવૃત્તિઓને પૂરતો ન્યાય મળે તે રીતે વર્ષ દરમિયાન કરવાની પ્રવૃત્તિઓનું કેલેન્ડર/આયોજન તૈયાર કરવાનું રહેશે.
  • આયોજનમાં જણાવેલી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન થાય તે માટે આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ પૂરતી કાળજી લેવાની રહેશે.
  • બાલવૃંદની રચના કર્યા બાદ તમામ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના માધ્યમથી હાથ ધરવામાં આવે તે મુજબ વ્યવસ્થા ગોઠવવી જેથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વનું કૌશલ્ય વિકસે.
  • શિક્ષણ વિભાગના ઠરાવમાં દર્શાવ્યા મુજબની કાર્યપદ્ધતિ મુજબ અમલવારી કરવાની રહેશે.

ક્રમાંક સીઇઆરટી P&M/બાલવૃંદ 2022 ગુજરાતીક્ષણિકસંશોધનઅનેતાલીમપરિષદ વિધાભવન, સેક્ટર-૧૨, ગાંધીનગર 

ફોન નિયામક:(079) 23256808-39 નિયામક((જ) 23253818 સચિવ (079) 23256817


ફેક્સ (079) 23256812

પાયાની સાક્ષરતા અને એક જ્ઞાન

Email: director-gcert@gujarat.gov.i!n

Web: www.gcert.gujarat.gov.in

BALVRUND PRAVRUTI RACHANA STD 3 TO 8 - NIPUN BHARAT 

બાળવૃંંદ રચના ઠરાવ અહિ થી વાંચો

શાળામાં બાલવૃંદની રચના કરી પ્રવૃત્તિઓનું આયોજન કરવા બાબત

રાજ્યની શાળાઓમાં બાળવૃંદ ની રચના બાબત પરિપત્ર અહીંથી વાંચો

બાલવૃંદની ફાઈલનું મેઈન પેજ ડાઉનલોડ કરો અહીંથી

બાલવૃંદની રચના ફાઈલ:-1 ડાઉનલોડ કરો અહીંથી

Post a Comment

0Comments
Post a Comment (0)