Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

DINVISHESH JULY - જુલાઈ મહિનાનું દિનવિશેષ ડાઉનલોડ કરો

BM web
0

DINVISHESH JULY - જુલાઈ મહિનાનું દિનવિશેષ ડાઉનલોડ કરો- નમસ્કાર, ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત શિક્ષણ પદ્ધતિ પણ દેશમાં અગ્રેશર છે. ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ આવેલ છે. આ સરકારી શાળાઓમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ "સસ્કૃત ભાષાનો વિકાસ" કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત  શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત  પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.


DINVISHESH JULY - જુલાઈ મહિનાનું દિનવિશેષ ડાઉનલોડ કરો

શાળાઓમાં શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકો પોતાની શાળાના બાળકોના વિકાસ માટે ખુબ મહેનત કરે છે. દરેક શિક્ષકો એવું ઈચ્છે કે પોતાની શાળાનો બાળક ખુબ હોશિયાર બને. તેના માટે શિક્ષક વિવિધ અધ્યયન પ્રવૃતિઓ કરાવે છે. આ પ્રવૃતિઓ દ્વારા બાળકને નવું જાણવાનો અને સમજવાનો મોકો મળે છે. બાળકોના જ્ઞાનમાં વૃદ્ધિ માટે અમે અહી દિનવિશેષ મુકેલ છે જેના દ્વારા બાળક ને ક્યાં દિવસ નું શું મહત્વ રહેલ છે સમજવા મળશે..

DINVISHESH NOVEMBER


રાજ્યની સરકારી / બિન-સરકારી ગ્રાન્‍ટેડ મળી કુલ ૩૫ સંસ્કૃત પાઠશાળાઓમાંથી અત્યારે ૪૩ સંસ્કૃત પાઠશાળાઓ રાજ્ય સરકારે કાર્યરત કરી છે.

માધ્યમિક (પ્રથમા) અને ઉચ્ચત્તર માધ્યમિક (મધ્યમા) કક્ષાના સંસ્કૃત શિક્ષણ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા સ્નાતક (શાસ્ત્રી), અનુસ્નાતક (આચાર્ય) અને બી.એડ. (શિક્ષા શાસ્ત્રી) ના સંસ્કૃત શિક્ષણ માટે વેરાવળ જિલ્લો - ગીર સોમનાથ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ની સ્થાપના રાજ્ય સરકારશ્રીએ કરી છે.

સમગ્ર રાજ્યમાં આવેલી સંસ્કૃત પાઠશાળાઓમાં હાલમાં અંદાજે ૪૦૦૦ જેટલા  વિદ્યાર્થીઓ સંસ્કૃત શિક્ષણ મેળવી રહ્યા છે અને સંસ્કૃત શિક્ષણનો ભવ્ય વારસો જાળવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યાછે.

સમગ્ર રાજયમાં આવેલી સંસ્કૃત પાઠશાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાજય સ્તરીય સ્પર્ધાના આયોજન માટે રૂ. ૮.૦૦ લાખની બજેટજોગવાઇ કરેલ છે. જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સંસ્કૃત સ્પર્ધામાં ભાગ લઇ રાજયનું ગૌરવ વધારેલ છે.

આ માટે સને ૨૦૧૯-૨૦ના વર્ષમાં રાજ્ય સરકારશ્રીએ રૂ|.૧૧૯૩.૧૬ લાખની બજેટ જોગવાઇ કરી છે.

(૧) પ્રવાસી શિક્ષક યોજના

રાજયની સરકારી, બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ સામે ખાલી જગ્યા ઉપર નિયમિત રીતે ભરતી ન થાય ત્યાં સુધી વિધાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહી તે માટે માધ્યમિક શાળાઓમાં તાસદીઠ રૂ. ૭૫/- લેખે તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તાસદીઠ રૂ. ૯૦/- લેખે માનદવેતનથી પ્રવાસી શિક્ષક નિમવાની યોજના અંતર્ગત નીચે મુજબની જોગવાઇ કરવામાં આવેલ છે.

(૨) શ્રેષ્ઠશાળા પ્રોત્સાહન યોજના

રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વાર્ષિક પરિણામોમાં સુધારો લાવી જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા પ્રેરાય તે માટે જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર શાળાઓની શૈક્ષણિક ગુણવત્તાના આધારે શ્રેષ્ઠ શાળા એવોર્ડ યોજના શરૂ કરે છે. જિલ્લા કક્ષાએ ત્રણ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરી પ્રતિ શાળાદીઠ રૂા.૧.૦૦ લાખ નું પ્રોત્સાહક  ઇનામ આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલી શાળાને  રાજય કક્ષાની કોર સમિતિ ધ્વારા  મૂલ્યાંકન કરી રાજયની ત્રણ  શ્રેષ્ઠ શાળાઓ પસંદ કરવામાં આવે છે,  જેમાં પ્રથમ , દ્રિતીય અને તૃતીય શાળાને અનુક્રમે રૂા ૫.૦૦ લાખ, રૂા. ૩.૦૦ લાખ અને રૂા. ૨.૦૦ લાખ પ્રોત્સાહક  ઇનામ આપવામાં આવે છે.

(૩) મફત પાઠ્યપુસ્તક યોજના

માનનીય મુખ્યમંત્રીશ્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રાજ્યની તમામ સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા  તમામ બાળકોને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે.

(૪) વિધાલક્ષ્મી બોન્ડ યોજના

રાજયમાં કન્‍યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ સ્ત્રી સાક્ષરતા વધારવાના હેતુથી ૩૫% થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની તેમજ ગરીબી રેખા નીચેના આવક જૂથમાં આવતા કુટુંબોની કન્યાઓને ધોરણ-૯માં સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવે ત્યારે કન્‍યાદીઠ રૂ. ૨૦૦૦/- ના વિધાલક્ષ્મી બોન્‍ડ આપવામાં આવે છે. તે કન્‍યાને ધોરણ-૧૦નો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરતા જે રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે.

(૫) ધોરણ – ૯ થી ૧૨ના  વિધાર્થીઓને  વીમાકવચ ( વિધાદીપ  યોજના )

રાજ્યની રજિસ્ટર્ડ થયેલ તમામ પ્રકારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને અકસ્માત વીમા રક્ષણ યોજના હેઠળ ભુકંપ, પૂર, વાવાઝોડું, રમખાણ, આકસ્મિક આગ, વિંછી અને સર્પદંશ, વાહન અકસ્માત, પડી જવું, ડુબી જવું, ફૂડ પોઇઝનીંગ, કૂતરૂ કરડવું કે ઝેરી પ્રાણી કરડવું વગેરે કારણોસર થયેલ મૃત્યુના પ્રસંગે તે વિધાર્થીના માતા-પિતા/ વાલીને તાત્કાલિક રૂ. ૫૦,૦૦૦/- ની સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે વિધાદીપ યોજના અમલમાં મૂકેલ છે.

(૬) સ્વનિર્ભર શાળાઓને આર્થિક પ્રોત્સાહન યોજના

રાજ્યમાં ચાલતી બિનઅનુદાનિત (સ્વનિર્ભર) માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવતા શાળાના શૈક્ષણિક સ્ટાફની લાયકાત અને ઇતર પ્રવૃતિઓ માટેની સુવિધામાં વધારો થાય અને એકંદરે શિક્ષણનું સ્તર સુધરે/ઉંચુ આવે તે માટે આવી સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને વિધાર્થી દીઠ રૂ.૭૫૦૦/- ની પ્રોત્સાહક આર્થિક સહાયની નીતિ સને ૨૦૧૪-૧૫ના વર્ષથી અમલમાં છે.

Post a Comment

0Comments
Post a Comment (0)