Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Bachchan Pandey Trailer: બચ્ચન પાંડે ફિલ્મનું ટ્રેલર રિલીઝ

BM web
0

 Bachchan Pandey Trailer: બચ્ચન પાંડે(Bachchan Pandey) ફિલ્મનું ટ્રેલર રિલીઝ. અક્ષય કુમાર(Akshay Kumar) પોતાના ચાહકો માટે લઇને આવ્યાં છે બચ્ચન પાંડેનું ટ્રેલર. જે ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, તે ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર 18 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ(Bachchan Pandey Release Date) કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર જોઈને અક્ષય કુમારના પ્રશંસકો ખૂબ ખુશ છે.

ફિલ્મ મેકરના જન્મદિવસે જ ટ્રેલર રિલીઝ

ઉલ્લેખનીય છે કે, બચ્ચન પાંડેના ફિલ્મ નિર્માતા સાજિદ નાડિયાદવાલાનો આજે જન્મદિવસ છે, અને આ જન્મદિવસના પ્રસંગે જ અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડેનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. બચ્ચન પાંડેનું ટ્રેલર તેના સોશિયલ મીડિયા પર શેર કરતાં અક્ષય કુમારે લખ્યું, ધૂમ ધડકા રંગ પતાખા, આઓ બના લો ટોલી આ વખતે અમે #BachchhanPaandey લાવી રહ્યા છીએ. હોળી પે ગોળી!!

Bachchan Pandey
bb


બોલિવૂડની 'ખિલાડી કુમાર' એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બચ્ચન પાંડે' (Bachchan Pandey) નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ હોળી અક્ષય કુમાર કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી, પંકજ ત્રિપાઠી, પ્રતિક બબ્બર અને અભિમન્યુ સિંહ સાથે કરવાના છે. અક્ષયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રેલર શેર કર્યું છે, જેને થોડા જ સમયમાં લાખો વ્યૂઝ મળ્યા છે.

અક્ષયે પહેલા શેર કર્યુ હતુ પૉસ્ટ-

ખાસ વાત છે કે, ટ્રેલર રિલીઝના થોડા કલાકો પહેલા સુપરસ્ટાર અક્ષય કુમારે બચ્ચન પાંડે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. અક્ષય જેકલીન સાથે દેખાઇ રહ્યો હતો. પોસ્ટરમાં જેકલીન અને અક્ષય રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે. આ પૉસ્ટને શેર કરતા અક્ષયે ઇન્સ્ટા પર લખ્યું હતુ કે-  ‘બે અલગ-અલગ લોકો, એક જમીન અને બીજું આકાશ, જ્યારે તે એક બનશે ત્યારે શું થશે?’ 

ટ્રેલર મુજબ કહાનીમાં શું છે?

ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય કૃતિ સેનન, અર્શદ વારસી, પંકજ ત્રિપાઠી અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે. ટ્રેલરમાં કૃતિ સેનન એક ફિલ્મ મેકરની ભૂમિકામાં છે, તે બચ્ચન પાંડે નામના એક ખતરનાક ગુંડા પર ફિલ્મ બનાવવા માંગે છે. 



જેના માટે તે પોતાના મિત્રની મદદ લે છે. ફિલ્મના ટ્રેલરમાં કૃતિ સેનન અને અર્શદ વારસીથી કહાનીની શરૂઆત થાય છે, કૃતિ સેનન પોતાના મિત્ર અર્શદ વારસીની સાથે પોતાની ફિલ્મનો વિચાર શેર કરે છે, ત્યારે તે જણાવે છે કે તે પોતાની ફિલ્મ બચ્ચન પાંડે પર બનાવશે અને ફિલ્મનું ટાઈટલ પણ બચ્ચન પાંડે રાખશે. આ સાંભળતા જ અર્શદ કૃતિને આવુ કરવાની ના પાડે છે. કૃતિએ મનાવ્યાં બાદ બંને બચ્ચન પાંડેના ગઢ પહોંચે છે. ત્યાં થાય છે બચ્ચન પાંડે અને તેના પન્ટરો સાથે કૃતિ અને અર્શદની મુલાકાત.

બચ્ચન પાંડેને લઇને અઢળક પોસ્ટરો સામે આવ્યાં

ઉલ્લેખનીય છે કે, આની પહેલા અક્ષય કુમારની બચ્ચન પાંડેને લઇને અઢળક પોસ્ટરો સામે આવ્યાં અને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. અત્યારે ટ્રેલર રિલીઝ પહેલા પણ નિર્માતાઓએ આ ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલીઝ કર્યુ હતુ. જેમકે અક્ષયની ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું હતુ. પ્રશંસકો ખૂબ ઉત્સાહિત થયા હતા. દર્શકો ફિલ્મના ટ્રેલરને જોતા જ કહી રહ્યાં છે કે આ ફિલ્મ સુપરહિટ છે. તો અમુક લોકો તેને અત્યારથી બ્લોકબસ્ટર હિટ કહી રહ્યાં છે.

ગુજરાતી વ્યાકરણ ક્વીઝ 1 Gujarati Vyakran Quiz 1  

ગુજરાતી વ્યાકરણ ક્વીઝ 2 Gujarati Vyakran Quiz 2  

ગુજરાતી વ્યાકરણ ક્વીઝ 3 Gujarati Vyakran Quiz 2  

ગુજરાતી કરંટ અફેર ક્વીઝ 1 Current Affair Quiz 1  

ગુજરાતી કરંટ અફેર ક્વીઝ 2 Current Affair Quiz 2  

ગુજરાતી કરંટ અફેર ક્વીઝ 3 Current Affair Quiz 3  

ગુજરાતી કરંટ અફેર ક્વીઝ 4 Current Affair Quiz 4

ગુજરાતી જનરલ નોલેજ  ક્વીઝ 1 General Knowledge-1

ગુજરાતી જનરલ નોલેજ  ક્વીઝ 2 General Knowledge - 2

ગુજરાતી જનરલ નોલેજ  ક્વીઝ 3 General Knowledge -3

તલાટી મંત્રી સિલેબસ અને પરીક્ષા પદ્ધતિની સમાજ સાથે નો વિડીયો

આ ફિલ્મ 18 માર્ચે રિલીઝ(Bachchan Pandey Release Date) થશે

અક્ષય કુમારની આ ફિલ્મ 2022ની હોળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ (Bachchan Pandey Release Date) થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ફેન્સની ઉત્તેજના વધી ગઈ છે.

Post a Comment

0Comments
Post a Comment (0)