Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

New implementation In Gujarat Education

BM web
0

Big announcement of Jitu Waghani: Std. In 1-2, English will be taught from Shravan-Kathan, lessons of Shrimad Bhagwad Gita will be taught.:: રાજ્યમાં શિક્ષણને લઇને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ  મહત્વના નિવેદનો કર્યા હતાં. જેમાં તેમણે જણાવ્યુ હતું કે વિદ્યાસહાયકનું મેરીટ જાહેર કરવામાં આવશે. અત્યારે કામચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને કોઈ ક્ષતિઓ હોય તો સુધારો કરવામાં આવશે. આથી તારીખ 17 થી 23 માર્ચ સુધી સુધારા અરજી કરી શકાશે. 

Bhagavad Gita to be part of syllabus for Classes 6 to 12 in Gujarat: Education minister

આ સમયે 3 હજાર 300 શિક્ષકોની ભરતીથી કેટલીક જગ્યા ભરાશે. આગામી સમયમાં વધ ઘટ બદલી કેમ્પ કરવામાં આવશે. બદલી માટે શિક્ષણ વિભાગે કેટલાક નિયમો બનાવ્યા છે. ટૂંક સમયમાં શિક્ષકોના બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે. તો આ તરફ બાલ્ય અવસ્થાથી શિક્ષણ અને અધ્યાત્મના વિકાસ થાય તેવું આયોજન કરવામાં આવ્યુ છે. આથી ધોરણ 1-2માં અંગ્રેજી ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારી શાળાઓમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરાશે. ધોરણ 3થી અંગ્રેજી પાઠ્યપુસ્તક આવશે. તો હવે ગુજરાતની શાળાઓમાં પવિત્ર શ્રીમદ્દ ભગવદ ગીતાના પાઠ ભણાવાશે. વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય એવા પ્રયત્ન કરવામાં આવશે.


ધોરણ 1,2માં અંગ્રેજી વિષયની જરૂર કેમ?

  • શરૂઆતથી જ અંગ્રેજી ફરજીયાત વિષય હશે તો વિદ્યાર્થીનો પાયો મજબૂત બનશે
  • અંગ્રેજી વિષયમાં સારા જ્ઞાનથી વિદ્યાર્થીની પ્રતિભા નિખરશે
  • વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સારી કોલેજોમાં પ્રવેશ માટેની તકો વધશે
  • લાંબાગાળે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના પરિણામો પર સકારાત્મક અસર રહેશે
  • ખાનગી શાળાઓ પ્રત્યેના વાલીઓના આકર્ષમાં ઘટાડો આવશે
  • સરકારી શાળાઓમાં શૈક્ષણિક સ્થિતિ સુધરશે


ઉપરોક્ત બાબતે થયેલ પુખ્ત વિચારણાના અંતે, રાજ્યની અંગ્રેજી માધ્યમ સિવાયનાં માધ્યમની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ધોરણ - ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તથા ધોરણ - ૬ થી ક્રમશ: દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અમલ કરવા બાબતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે;




૧. ધોરણ - ૧ અને ૨ માં શ્રવણ અને કથન કૌશલ્યને લગતી વિવિધ પ્રવૃત્તિઓ ઉપર આધારિત પરિચયાત્મક અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે.

૨. ધોરણ - ૩ થી ૫ અંગ્રેજી (દ્વિતીય ભાષા)માં શ્રવણ - કથન - વાચન અને લેખન કૌશલ્ય વિકસે તે રીતે શિક્ષણ આપવામાં આવશે.


૩. ધોરણ - ૩ થી ૫ માં ગણિત અને પર્યાવરણ વિષયના પાઠ્યપુસ્તકોમાં મહત્વના શબ્દો માટેની અંગ્રેજી પરિભાષા (Terminology)નો સમાવેશ કરવામાં આવશે.


૪. ધોરણ - ૬ થી ૮ માં ગણિત અને વિજ્ઞાન વિષયનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અમલ કરવામાં આવશે. ગણિત અને વિજ્ઞાન સિવાયના તમામ વિષયોનાં પાઠ્યપુસ્તકો જે માધ્યમની ભાષાઓમાં યથાવત રહેશે.


૫. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૬, વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૭ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ ૮માં ગણિત અને વિજ્ઞાન વિષયનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અમલી બનશે.


૬. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી ધોરણ ૯ થી ૧૨ માં ગણિત-વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષય માટે બંને પૈકી કોઈ એક માધ્યમ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.


૭. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ (SoE) અંતર્ગત પસંદ થનાર ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને દ્વિભાષી અધ્યયન- અધ્યાપન સામગ્રીનો ફરજીયાત અમલ કરવામાં આવશે. જ્યારે, અન્ય સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઇ સ્વૈચ્છિક ધોરણે અમલ કરવામાં આવશે.


૮. અંગ્રેજી માધ્યમ સિવાયની સ્વનિર્ભર શાળાઓ સ્વૈચ્છિક ધોરણે દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને દ્વિભાષી અધ્યયન-અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરી શકશે. જેની નોંધણી જિલ્લા કક્ષાએ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં થશે.


૯. સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં પસંદ થયેલ તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, તેમજ સ્વૈચ્છિક રીતે જોડાયેલ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ - ૬માં દાખલ થનારા વિદ્યાર્થીઓ દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અસરકારક ઉપયોગ કરી શકે તે માટે અંગ્રેજી ભાષા સજ્જતા અને ગણિત-વિજ્ઞાનના અંગ્રેજી પારિભાષિક શબ્દો (Terminology) ની સમજૂતી આપતો એક માસનો બ્રીજ કોર્સ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે તે શાળા કક્ષાએ યોજવાનો રહેશે.


૧૦. ધોરણ ૧-૨ ના પરિચયાત્મક અંગ્રેજી શિક્ષણ તેમજ ધોરણ ૩ થી ૫ નાં અંગ્રેજી વિષયનાં નવાં પાઠ્યપુસ્તકો તથા ધોરણ ૬ થી ૧૨ નાં ગણિત- વિજ્ઞાનનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અન્વયે તમામ સરકારી અને અનુદાનિત શાળાઓનાં શિક્ષકો માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા શિક્ષક-તાલીમ યોજવામાં આવશે. સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો માટે જરૂરિયાત મુજબ તાલીમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

૧૧. ધોરણ ૬માં દાખલ થનાર બાળકો માટેના બ્રીજ કોર્સની સામગ્રી GCERT દ્વારા તૈયાર કરવામાં આવશે તેમજ સમગ્ર શિક્ષા (SSA) દ્વારા શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે.

૧૨. ઉપરોક્ત બાબતોનો સમયસર અમલ થાય એ રીતે ધોરણ ૧-૨ પરિચયાત્મક અંગ્રેજીની શિક્ષક આવૃત્તિઓ, ધોરણ ૩ થી ૫ નાં અંગ્રેજી પાઠ્યપુસ્તકો તથા ધોરણ ૬ થી ૮ નાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવશે.

Bhagavad Gita to be part of syllabus for Classes 6 to 12 in Gujarat: Education minister, New implementation In Gujarat Education

Bhagavad Gita to be part of syllabus for Classes 6 to 12 in Gujarat: Education minister, New implementation In Gujarat Education

Bhagavad Gita to be part of syllabus for Classes 6 to 12 in Gujarat: Education minister, New implementation In Gujarat Education

Bhagavad Gita to be part of syllabus for Classes 6 to 12 in Gujarat: Education minister, New implementation In Gujarat Education


Post a Comment

0Comments
Post a Comment (0)