Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Ativrushti Arthik Shay Pekej- અતિવૃષ્ટિ આર્થિક સહાય જાહેર

BM web
0

Ativrushti Arthik Shay Pekej- અતિવૃષ્ટિ આર્થિક સહાય જાહેર. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. ગઈકાલે રાજ્યના 71 તાલુકાઓમાં 1થી 11 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ત્યારે સૌથી વધુ વલસાડના કપરાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ડાંગના સુબીરમાં 9.5 ઈંચ, વલસાડના પારડીમાં 9 ઈંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 8.5 ઈંચ. નવસારીના ખેરગામમાં 7.5 ઈંચ વરસાદ, નવસારીના વાંસદા, વડોદરાના ડભોઈમાં પણ 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારે બીજી તરફ ડાંગ, કરજણ, ડોલવણ, ગીરગઢડા, સૂત્રાપાડા, ડેડિયાપાડામાં પણ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.


મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. લો પ્રેશર સર્જાયું હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તારીખ 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ટેકાના ભાવ રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક કરો

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વધુ વરસાદને કારણે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અતિવૃષ્ટિ જેવો માહોલ બની ગયો છે. એવામાં ગુજરાત સરકારે અતિવૃષ્ટિના લીધે નુકસાની માટેનું રાહત પેકેજ જાહેર કર્યું છે.

ભુપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિ સહાયની જાહેરત ગઈ કાલે કરવામાં આવી છે. ગુજરાતના નાગરીકોને આ સહાય લાગુ પડશે. આ અતિવૃષ્ટિ આર્થિક સહાય અતિવૃષ્ટિને લેધે જેને નુકસાની થઇ તેને મળવા પાત્ર છે. 

PM કિસાન સમાનનિધિ યોજના માટે અહી ક્લિક કરો

અતિવૃષ્ટિ આર્થિક સહાયમાં મૃત્યુ પામેલ દરેક નાગરિક દીઠ તેના કુટુંબને 4 લાખની સહાય મળશે. જેના મકાનને નુકસાન થયું તેવા ડુંગરાળ વિસ્તારના મકાનો માટે 1.1 લાખ મળશે. જ્યારે સમતળ વિસ્તાર માટે ૯૫ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પશુના મૃત્યુ બદલ 30 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.


આ અતિવૃષ્ટિ આર્થિક સહાય ક્યાં વિસ્તારોને લાગુ પડશે તેની સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી જે હવે પછી થઇ શકે છે.


અતિવૃષ્ટિઆર્થિક સહાયને લગતા તમારા પ્રશ્નો કોમેન્ટ કરો


Post a Comment

0Comments
Post a Comment (0)