Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

The Statue of Unity- 360° Video of STATUE OF UNITY

BM web
0

 The Statue of Unity is a statue of Indian statesman and independence activist Vallabhbhai Patel, who was the first deputy prime minister and home minister of independent India and an adherent of Mahatma Gandhi. Wikipedia

Address: Sardar Sarovar Dam, Statue of Unity Rd, Kevadia, Gujarat 393155

Hours: Open: 7:30 ⋅ Closes 6PM

Phone: 1800 233 6600

Artist: Ram V. Sutar

Height: 182 m

Architect: Ram V. Sutar

Opened: 31 October 2018

Materials: Reinforced concrete, Bronze

Subject: Vallabhbhai Patel

Created: 31 October 2013–October 2018

રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત 360° Video જોવા અહી ક્લિક કરો

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે.  ૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે, સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

The Statue of Unity- 360° Video of STATUE OF UNITY 



આ સ્મારકની જાહેરાત ૨૦૧૦માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ ₹૩,૦૦૧ crore (US$૪૨૦ million) અંદાજવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૪માં લાર્સન અને ટુબ્રોએ બાંધકામ, રચના અને જાળવણી માટે સૌથી નીચી રકમનું બિડ કર્યું હતું અને કરાર જીત્યો હતો, જે ₹૨,૯૮૯ crore (US$૪૨૦ million) હતો. સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી. સુથાર દ્વારા કરવામાં આવી હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ[૭] બાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર ૨૦૧૮માં બાંધકામ પૂર્ણ થયું હતું. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ પર ભારતના ૧૪મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું. સોર્સ ફ્રોમ વીકીપીડીયા

ઇતિહાસ

નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના ૧૦મા વર્ષની શરૂઆત પર સ્મારકની જાહેરાત કરી હતી. તે સમયે આ યોજના ગુજરાતનું દેશને યોગદાન તરીકે રજૂ કરાયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ખાસ આ સ્મારક હેતુથી ગુજરાત સરકાર દ્વારા બાંધકામ અને પ્રચાર માટે ડિસેમ્બર ૨૦૧૩માં બનાવવામાં આવ્યું હતું.

સ્મારકના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમના વણવપરાયેલ જૂના ખેતીના ઓજારો લોખંડ ભેગું કરવા માટે વિનંતી કરાઇ હતી. ૨૦૧૬ સુધીમાં ૧૩૫ મેટ્રિક ટનનો લોખંડ ભંગાર એકઠો કરાયો હતો, જેમાંથી ૧૦૯ મેટ્રિક ટન સ્મારકના પાયામાં વપરાયો હતો. રન ફોર યુનિટી નામની દોડસ્પર્ધા ૧૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સુરતમાં આયોજીત કરાઇ હતી.


બાંધકામની ખાસીયતો

આ પ્રતિમા ભૂકંપના ઝોન-૩ વિસ્તારમાં બનાવેલી હોવાથી પ્રતિમા ના કદને ધ્યાનમાં રાખીને ભૂકંપ ઝોન-૪ પ્રમાણે ડીઝાઈન-લોડ ગણીને બનાવવામાં આવી છે. પાયાના ચણતર માટે નજીક આવેલા સરદાર સરોવર બંધને નુકસાન ન થાય એવી નિયત્રિત ઢબે સુરંગના ધડાકાઓ વડે આશરે ૪૫ મીટર જેટલું ખનન કાર્ય કરીને પછી સાઈઠ ફૂટ પહોળી આરસીસી રિટેઇનિંગ ઈનિંગ વોલ બાંધીને પછી એ આખા ઉંડાણને આશરે ૧૨ ફીટ જેટલા ઊંચા કોંક્રીટથી ભરી દઈને રાફ્ટ પ્રકારની બુનિયાદ બનાવીને પછી એના પર આખી પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે. નર્મદા નદીના પુરમાં તણાઈ ના જાય એના માટે જરૂરી સલામતી કાર્ય પણ કરાયું છે.

પ્રવાસન

૧ નવેમ્બર ૨૦૧૮ના રોજ જાહેર જનતા માટે ખૂલ્લું મૂકાયા પછી આ સ્મારકની મુલાકાત ૧,૨૮,૦૦૦ લોકોએ ૧૧ દિવસમાં લીધી હતી. ૧૫ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૫૦ લાખ પ્રવાસીઓએ સ્મારકની મુલાકાત લીધી હતી.

સ્મારક સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. કેવડીયાથી બસ સેવા તેમજ સરદાર સરોવર બંધથી જેટ્ટી સેવા તેમજ રોપ-વેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સ્મારક દર સોમવારે સમારકામ માટે બંધ રહે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સુવિધા માટે કેવડીયા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ૫ કિમીના અંતરે આવેલું છે.

Statue of Unity Complete Tour



The Statue Of Unity Official Website: https://statueofunity.in/

Which city has the Statue of Unity?

About Place: October 31st, 2018, marked the inauguration of the world's tallest statue – the Statue of Unity, against the backdrop of the dramatic Satpura and Vindhyachal hills in Kevadia, Gujarat. The 182-meter (600 feet approx.) statue is dedicated to Sardar Vallabhbhai Patel, the architect of independent India.

Why is the Statue of Unity famous?

The world's tallest statue is located in Gujarat, India. Standing almost 600 feet tall, the Statue of Unity depicts Indian freedom fighter and politician Sardar Vallabhbhai Patel, one of the most prominent leaders of the Indian independence movement, and the First Deputy Prime Minister of India.

Is the laser show at Statue of Unity Free?

A 30 minute long colorful and beguiling light cum sound show is performed at the statue of unity with the help of 51 high-resolution projectors fixed at a distance of 600 meters. ... Vyas told that there is currently no ticket for the show and whoever takes a bus to the statue of unity can see it free of charge.

Who built the Statue of Unity?

Ram Vanji Sutar is an Indian sculptor. He designed the Statue of Unity which is the world's tallest statue with a height of 182 meters, exceeding the Spring Temple Buddha by 54 meters.

Post a Comment

0Comments
Post a Comment (0)